- સીસોદરા ,ઉટીયાદરા , મોટવાણ અને અડાદરા ગામ માં 85 % પાકને નુકસાન પહોંચ્યું છે.
- મોટવાણ ગામમાં જ 240 હેક્ટર માં ડાંગર નષ્ટ : ખેડુતો દ્વારા સર્વે કરતા સહાય જલ્દી ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.
- રોડ પર પાથરેલ ડાંગરને પાણીના ભાવે માંગતા વેપારી સામે પણ ખેડૂતોમાં રોષ સાથે તેમની સામે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે.

ઉનાળો અને ચોમાસુ ડાંગર પર જ્યાં કમોસમી વરસાદ પાણી ફેરવી નાખ્યું છે. ડાંગર પાકને વ્યાપક નુકશાન થયું છે. તો કપાસ સહીત અન્ય પાકો માં માવઠા એ ભોંયભેગા કરી દીધા છે. આજે બે દિવસ થી ઉધાર નીકળ્યો હોવા છતાં પણ કેટલાક ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી અને એક ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે કુદરત ના માર થી પાયમાલ બનેલ ધરતીપુત્રો ના નુકસાન સમયે સરકાર દ્વારા હાલ માત્ર સર્વે પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેને લઇ ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સરકાર ના ખેડૂત પ્રત્યે ના માનવીય અભિગમ ને અનુલક્ષી ને વરસેલા ભારે કામોસમી વરસાદ ને પગલે તૈયાર પાકને થયેલા નુકશાન માટે અંકલેશ્વર તાલુકા ના મોટવાણ ગામ માં ડાંગર ના પાક ને થયેલા નુકશાન માટે ખેડૂતોને સહાય આપતા અગાઉ સર્વે હાથ ધરવામાં આવ્યું છે. હાલ સમગ્ર ગુજરાત માં ખેડૂતો માટે કમોસમી માવઠું કપરું સાબિત થયું છે.મોઢા પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે . વરસાદ આવ્યા પહેલા કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી હતી તો કેટલાક લોકો હજી ડાંગર નો તૈયાર પાકની કાપણી બાકી હતી ત્યાં જ અનરાધાર વરસાદ ખાબકી જતા ખેડૂતો વિવશ થઇ ગયો હતો. માત્ર મોટવાણ ગામ ની જ વાત કરીએ તો 276 હેક્ટર ખેતી ની જમીન છે. 240 હેક્ટર માં ડાંગર પાક ની ખેતી કરાઈ છે જેમાં 80 જેટલા ખાતેદારો ડાંગર નો પાક નાશવંત થયો છે. તેમ સર્વે કરી રહેલા ગ્રામ સેવક એ જણાવ્યું હતું કે પારડી ઈદ્રીશ સીસોદરા,ઉટીયાદરા, મોતવાણ અને અડાદરા સર્વે માં ડાંગર પાક નું ખેતી માં વ્યાપક નુકસાન થયું છે. સર્વે કોઈપણ ખેડૂતો પાક બચી શક્યો નથી. 33 % કરતા વધુ નુકસાન થયું છે.

