Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભાડભૂત બેરેજ યોજના – અસરગ્રસ્ત ખેડૂતો એ સંમતિ એવોર્ડ જાહેર કર્યો છે. જેમાં હરિપુરા ગામ ના એક ખેડૂત એ સહમતી એવોર્ડ સ્વીકાર્યો હતો.

  • ભાડભૂત બેરેજ યોજના માં જમીન સંપાદન માટે સરકારે  સંમતિ એવોર્ડ છે.
  • ડૂબાણ ની જમીનના પણ ‘સંમતિ એવોર્ડ’ જાહેર કરાતા સ્થાનિક ખેડૂતો ખુશી પણ પુનઃ સર્વે કરવા ની માંગણી છે.
  • ભાડભૂત બેરેજ યોજના ના અસરગ્રસ્ત ખેડૂત સંકલન સમિતિ બેઠક યોજી સહમતી એવોર્ડ સ્વીકારવા અંગે નિર્ણય કરશે.
  • ભાડભૂત બેરેજ ના અસરગ્રસ્ત ખેડૂત ના મોંઢે સંતોષ- ‘ધારણા કરતાં વધારે રકમ મળતા ખુશી ઠાકોરભાઈ પટેલ વ્યક્ત કરી હતી.  

રાજ્યના  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન માં રાજય સરકારે ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ ના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખે છે. જિલ્લા વહીવટી તંત્રએ જમીન સંપાદન ની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી બનાવી ખેડૂતોના હિત કરવા માટે પ્રયત્નો શરુ કર્યા છે.  અંકલેશ્વર તાલુકાના 6  ગામોને કુલ 819 હેક્ટર જમીન સંપાદન માટે, ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે, બજાર કિંમત કરતા પણ વધુ’ સંમતિ એવોર્ડ’ ભાવ જાહેર કર્યા છે. જ્યાં અંદાજે 5 હજાર કરતા પણ વધુ ખેડૂતોને લાભ થશે.  અંકલેશ્વર તાલુકાના બોરભાઠા, બોરભાઠા બેટ, સક્કરપોર, સરફુદીન, તળિયા અને ધંતુરીયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડૂબાણ ની જમીનના પણ’ સંમતિ એવોર્ડ’  જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી શુભ બની છે. ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી, નર્મદાના મીઠા પાણીને વેડફાતુ અટકાવીને, ભરૂચ-અંકલેશ્વર વિસ્તાર દરિયાની ખારાશ થી બચાવવા,  મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂત ભાઈ-બહેનોને વહીવટી તંત્ર એ વિનંતી કરી હતી કે, તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને  આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લેવા કરી હતી. 

 
 ‘સંમતિ એવોર્ડ ના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા 
ભાડભૂત બેરેજ માં અમારી જમીન સંપાદિત થઈ. તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી જેથી ‘સંમતિ એવોર્ડ ના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે, અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે! આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”  –  ઠાકોરભાઈ પી પટેલ

error: Content is protected !!
Scroll to Top