Vaat Ankleshwarni

તાજા સમાચાર

આખરે ઉકાઈ જમણા કાંઠા નહેર નું 90 દિવસ નું શટડાઉન પાછુ ઠેલવી દેવામાં આવ્યું છે.

ઉકાઈ જમણા કાંઠા નહેર પર આવેલા બે નદી ના ઓવરહેડ ટર્નલ બોક્સ 40 વર્ષ ઉપરાંત ના હોય જે જર્જરિત થતા નહેર વિભાગ દ્વારા બને બ્રિજ ટર્નલ બોક્સ બનાવવામાં માટે ચાલુ વર્ષે 90 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવનાર હતો. જેને લઇ ખેડૂતો થી લઇ ઉદ્યોગકારોને શહેરીજનો માં ચિંતા ફેલાઈ હતી. અંકલેશ્વર પાલિકા ની તેમજ ઔદ્યોગિક વિસ્તાર માં સ્ટોરેજ કેપેસિટી ઓછી હોવા સાથે જળસંકટ ઉભું થવાના એંધાણ હતા.  તો બીજી તરફ ઉનાળો અને ચોમાસુ ડાંગર તેમજ અન્ય પાકો અતિ વૃષ્ટિ અને માવઠા ને લઇ બને સીઝન નિષ્ફળ જતા ખેડૂતો માટે અસહ્ય કુદરત નો માર પડ્યો હતો. આ વચ્ચે નહેર 90 દિવસ બંધ રહેવા ના અહેવાલ વહેતા થતા ધરતીપુત્રો માં ચિંતા ની લકીર ખેંચાઈ ગઈ હતી.. જે અંગે  દક્ષિણ ગુજરાત ના ખેડૂત પ્રતિનિધિ મંડળ દ્વારા તાજેતર માં જ રાજ્ય ના નવ નિયુક્ત પાણી  પાણી પુરવઠા અને જળ સંપત્તિ ( સ્વતંત્ર હવાલો) મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને રૂબરૂ મળી આ અંગે રજુઆત કરી હતી. જેની રજુઆત સાંભળી ત્વરિત અસર થી ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ જોડે સંકલન કરી રાજ્ય ના સી.એમ. ભુપેન્દ્ર ભાઈ પટેલ ને તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વાકેફ કર્યા હતા. જે બાદ આજરોજ સુરત ઉકાઈ જમણા કાંઠા કચેરી ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી  ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં નહેર વિભાગ ના ચીફ એન્જિનિયર આર.એમ.પટેલ તેમજ વિવિધ જોડે બેઠક કરી 90 દિવસ નું શટડાઉન મોકૂફ રાખી માત્ર 35 દિવસ ના શટડાઉન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમ હવે 26 મી ડિસેમ્બર 2025 થી 30 મી જાન્યુઆરી 2026 દરમિયાન બંધ રહેશે અને આ દરમિયાન ઉકાઈ નહેર નહેરો નું સમારકામ કરશે. એ પૂર્વે જમણા કાંઠા નહેર વિભાગ પર નભતા તમામ તાલુકા માં સિંચાઈ માટે તેમજ ઉદ્યોગ અને પાલિકા ને પીવાના પાણી સ્ટોરેજ કરવા માટે પાણી પુરવઠો આપવામાં આવશે.

error: Content is protected !!
Scroll to Top