Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શહેર માં રાજમાર્ગ ની ત્રણ લેયર માં બનશે. ઇજારદાર દ્વારા 5 વર્ષ સુધી જવાબદારી ઉઠાવી હતી.

પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહીત અધિકારીઓ દ્વારા ઇજારદાર સાથે કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. 

અંકલેશ્વર શહેર  માંથી પસાર થતો સતત હાઇવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના 5.50 કરોડ ઉપરાંત ના ખર્ચે નવીનીકરણ શરુ કરાયું છે દિવાળી પૂર્વે પાલિકા કામગીરી શરૂ કરી હતી જો કે ઠપ થઇ ગઈ હતી. જે અંતે દિવાળી બાદ શરુ થઇ છે.  ઓએનજીસી થી રોડ પર પ્રથમ ધૂળ ની સફાઈ તેમજ ખાડા ના પેચ વર્ક કામગીરી ત્રણ રસ્તા સર્કલ સુધી ની પૂર્ણ થતા જ હવે પ્રથમ 6 ઈ.ચ નું ડામર લેયર પાઠવામાં આવ્યું છે. જે બાદ વધુ 4ઈંચ નું લેયર આવશે અને અંતે પ્લાસ્ટિક સિલોકિત નું લેયર આવશે. રોડ ની કામગીરી શરુ થતા જ પ્રજા ને રાહત ના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે. જેમાં રોડ ની કામગીરી ગુણવત્તાસભર કરવામાં આવે તે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ નિરીક્ષણ કરતા રહે તેવી ટકોર કરવામાં આવી હતી. જે ટકોર બાદ આજે પાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત. કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહીત અધિકારીઓ દ્વારા ડામર વર્ક શરુ થતા જ પુનઃ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમના દ્વારા જણાવ્યું હતું કે આ કામ એક મહિના ના અંત સુધી માં 4 ભાગ માં પૂર્ણ થશે અને આ રોડ નું 5 વર્ષ સુધી ઇજારદાર દ્વારા નિભાવન કરશે. ખાસ કરી ને વરસાદી પાણી નીકળી જાય એ માટે ધાર આપી તે પાણી કાંસો માં નિકાલ થાય તેવું આયોજન રોડ સાથે કરવામાં આવ્યું છે.

error: Content is protected !!
Scroll to Top