એક માર્ગ પર અલગ અલગ ખેતરો માં ઈરાદા પૂર્વક આગ ચાંપી દીધી હતી.

અંકલેશ્વર ના સજોદ ગામ ખાતે રાજકીય કિન્નાખોરી માં છેલ્લા બે મહિના બીજી વાર ખેડૂતો ના ઉભા પાક ને સળગાવી મુકવા ની ઘટના સામે આવી છે. અંકલેશ્વર ના સજોદ ગામ ના ખેડૂત બળવંત આહીર સર્વે નંબર 567, યજ્ઞેશ પટેલ સર્વે નંબર 809, ધ્રુમલ પટેલ સર્વે નંબર 487, નટવર આહીર સર્વે નંબર 981 તેમજ અન્ય એક ખેડૂત હિતેન્દ્ર પ્રજાપતિના અંદાજે 20 એકર માં અંદાજે 50 વિંધા કરતા વધુ જમીન માં શેરડી ના ઉભા પાકને ગત રાત્રી ના અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી. રાત્રી ના ઉભા શેરડી નો પાક બળીને ખાક થઇ ગયો હતો. સવારે ધરતીપુત્ર ખેતરે પહોંચી આગ લગાડી હોવાનું સામે આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ જીવંત વીજ તાર ના હોવા સાથે તમામ 5 ખેડૂતોના ખેતરો એક બીજા થી 200 થી 500 થી 700 મીટર ના અંતરે આવેલા છે. અને તમામ ના ખેતર આજુબાજુ ના ખેતર માં કોઈ જ નુકશાન થયું ના હતું. માત્ર તેમના જ ખેતર ની શેરડી સળગી ઉઠી હતી. વધુ માં જે માર્ગ પર આ ખેતરો આવેલા છે. એ માર્ગ નો વિવાદ ચાલી રહ્યો છે. અને ગામ ના બે જૂથ વચ્ચે માર્ગ ને લઇ તકરાર ચાલી રહી છે. આ વચ્ચે અત્યંત ખરાબ કીચડ ઉક્ત માર્ગ પર થી બળેલી શેરડી ટ્રક માં લાવી કઢાવી પણ મુશ્કેલ બની જતા ખેડૂતો ને ઉભા પાક થી હાથ ધોવાનો વારો આવ્યો છે. આ અને તમામ ખેડૂત દ્વારા સામુહિક રીતે પોલીસ મથક માં ફરિયાદ આપવા સાથે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી

