Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના મોખડી ગામના ટેકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે.

પોલીસે કુલ રૂ. 20.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને ટ્રકનો સમાવેશ થાય છે.

આ કેસમાં નિકોલી ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત વોચ રાખી રહી છે. આ સૂચનાના આધારે, ભરૂચ એલસીબીના પી.આઈ. એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.કે. ટોરાણી અને તેમનો સ્ટાફ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય ધીરુભાઈ વસાવા ટ્રક નંબર GJ-16-X-7047માં વિદેશી દારૂ ભરીને મોખડી ગામના ટેકરી ફળિયામાં ખાડી તરફના રસ્તા પર સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોખડી ગામના ટેકરી ફળિયામાં દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 5433 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 13.24 લાખનો દારૂ અને રૂ. 7 લાખની ટ્રક મળી કુલ રૂ. 20.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે નિકોલી ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!
Scroll to Top