અગાઉ બાંધકામ અંગે 3 ઈસમો દ્વારા લેખિત ફરિયાદ બૌડા માં કરી હતી.

અંકલેશ્વર શહેર માં ચૌટા બજાર માં પોસ્ટ ઓફિસ બાજુ માં બાંધકામ સંચાલક મહેશ મિઠાઈ વાલા દ્વારા નવું બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે 3 ઈસમો દ્વારા બૌડા માં અરજી કરી હતી. જે બાદ બૌડા દ્વારા જરૂરી કાર્યવાહી કરી અંતે સીલ મારવામાં આવ્યું હતું. નીરવ ઠાકોર, કલ્પેશ સુરતી અને મુકેશ વસાવા નામના ઈસમો દ્વારા બૌડા માં અરજી કરી હતી. જે અંગે 4 નવેમ્બર 2023 ના રોજ સીલ મારવામાં આવ્યું હતું જે બાદ આ મિલકત પર મારેલૂ સીલ ગેરકાયદેસર રીતે ખોલીને, સીલ તોડી ને મિલ્કત વપરાશ ચાલુ કરવા બાબતે પણ નીરલ ઠાકોર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અંગે આજરોજ કાર્યવાહી કરતા તંત્ર સીલ મારવા માટે સ્થળ પર પહોંચ્યું હતું જો કે પુનઃ સીલ ની કામગીરી શરુ થતા દુકાનદાર અને બૌડા અધિકારીઓ વચ્ચે શાબ્દિક ટપટાતી શરુ થતા અંગે સ્થાનિક એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને દરમિયાનગીરી કરી દુકાન માં રહેલા લોકો બહાર કાઢી પુનઃ બૌડા ને સીલ પ્રક્રિયા શરુ કરી હતી. ભર બજાર માં બનેલી ઘટનાને લઇ એક તબક્કે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એક તબક્કે ઘર્ષણ જે દ્રશ્યો પણ સર્જાયા હતા.

