- બાઈક સીટ પર ઉભા રહી બાઈક ચલાવી હતી.
- હાથ છોડી ચાલુ બાઈક પર ઉભા રહેવા ની બે -બે વાર ની કોશિશ કરી હતી.
- બાઈક પર કાબુ ગુમાવતા હોવા છતાં બાઈક ચલાવતો રહ્યો હતો.
- જીઆઇડીસી પોલીસ એ વાયરલ વિડીયો આધારે તપાસ શરુ કરી હતી.

સોશિયલ મીડિયા ની ધેલછા અને તેના વધતા જતા ઉપયોગ યુવાધનને અઘટિત કરતા કરી દીધા હોવાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી માં એક યુવક જોખમી રીતે ધોળા દિવસે બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. પૂર ઝડપે બાઈક પર સીટ પર ઉભા રહી સ્ટેરીંગ સાંભળ્યાં બાદ અચાનક જ તેના પર ઉભો થવા ની કોશિશ કરી રહ્યો હતો. એક નહિ પણ બે બે સ્ટેરીંગ પર હાથ છોડી ઉભો થયો હતો. એક વાર તો પડતા પડતા બચ્યો હતો. અને સ્ટેરીંગ પકડી બાઈક કાબુમાં લીધી હતી. વિડીયો તેની પાછળ આવી રહેલા એક બાઈક ચાલકે બનાવ્યો હતો. જે વાયરલ થયો હતો. ઘટના અંગે જીઆઇડીસી પોલીસ એ પણ વાયરલ વિડીયો આધારે તપાસ શરુ કરી હતી અને યુવકની શોધખોળ શરુ કરી હતી.

