
વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે. વલસાડ નજીક આવેલા ધનોરી ગામમાં દીપડાએ દેખાય દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો… મોડી રાત્રે શિકારની શોધમાં આવેલા દીપડાએ ઘર નજીક બેઠેલા એક પાલતુ શ્વાન પર હુમલો કર્યો હતો અને તેને મોઢામાં દબાવીને ઉઠાવી ગયો હતો..આ સમગ્ર ઘટના નજીકના એક મકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્વાનનું મારણ કરીને શ્વાનને લઈને ત્યાંથી નાસી છૂટે છે..છેલ્લા કેટલાક સમયથી વલસાડ તાલુકા અને તેની આજુબાજુના ગામોમાં દીપડાની સતત અવરજવર જોવા મળી રહી છે..અવારનવાર પશુઓના મારણની ઘટનાઓ સામે આવતા પશુપાલકો અને સ્થાનિક રહીશો ચિંતામાં મુકાયા છે. રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે..ધનોરી ગામના પટેલ ફળિયામાં બનેલી આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ ને જાણ કરી છે. ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે વન વિભાગ વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું ગોઠવે અને દીપડાને પકડીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાની ટાળી શકાય..

