
અંકલેશ્વર ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં મકાન નંબર એ/38 માં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બર ના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેન ના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજા નો નકુચા તોડી મકાન માં પ્રવેશ કર્યો હતો. તસ્કરો તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2 હજાર અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા હતા.તેઓ તારીખ 1 ડિસેમ્બર ના રોજ અમદાવાદ થી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પાડોશીઓએ ચોરી અંગેની જાણ કરી હતી.આશુતોષ પાંડે ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા.તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આશુતોષ પાંડે એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 1.50 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 2 હજારની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. પોલીસે એફ.એસ.એલ , ડોગ સ્કોર્ડ, તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ની મદદ તપાસ શરુ કરી હતી તેમજ ટેક્નિકલ એનાલિસ કરી ચોરી નો ભેદ ઉકેલવા ની તજવીજ શરુ કરી હતી.

