Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં પણ યુપી વાળી પોલીસ વિભાગ દ્વારા કરાઈ હતી.

ધર્માતર અને દુષ્કર્મ આરોપી મૌલવીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ના એક ગામમાં મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર મૌલવીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પરવાનગી વગર ના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ અને તપાસની કાર્યવાહી દરમિયાન એક બીજો મોટો ખુલાસો થયો હતો. આરોપી મૌલવીએ કરમાલી ખાતે તેના રહેણાક મકાન, દુકાન અને મદ્રેસામાં ગેરકાયદેસર બાંધકામ 200 મીટર સુધીનું બાંધકામ કર્યું હતું. આ ખુલાસા બાદ તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા આરોપીના રહેણાંક મકાન, દુકાન અને મદ્રેસામાં કરવામાં આવેલા તમામ પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી ને તોડી પાડવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનારા અને મહિલાઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં. પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

error: Content is protected !!
Scroll to Top