- એન્ટી સ્મોગ ગન નો ઉપયોગ એ.ક્યુ.આઈ સ્ટેશનની આસપાસ ના વિસ્તાર થતો હોવાની શંકા ઉભી થઇ રહી છે.
- હવા ની દિશા પ્રમાણે પણ ઉપયોગ કરવો જરૂરી છે.
- રહેણાંક વિસ્તાર બાજુ હોય તો પ્રાથમિકતા તે તરફ આપવી અત્યંત જરૂરી છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફક્ત એક જ એન્ટી સ્મોગ ગન તેમાં વધારો કરવો અત્યંત જરૂરી છે.હાલની એન્ટી સ્મોગ ગન દ્વારા અંદાજે દરરોજ 20 હજાર લીટર પાણીનો છંટકાવ થઇ રહ્યો છે.
ગત નવેમ્બર માં વર્ષ ના સૌથી ખરાબ એ.ક્યુ.આઈ અંકલેશ્વર નો ઓરેન્જ એલર્ટ માં 284 જોવા મળ્યો હતો. સતત એક સપ્તાહ એ.ક્યુ.આઈ ઓરેન્જ એલર્ટ માં આવ્યો હતો. સમાચાર માધ્યમ ના અહેવાલ બાદ મંત્રી ના આગમન સાથે એકાએક એ.ક્યુ.આઈ યલો એલર્ટ પર આવી ગયો હતો. જે બાદ સતત એ.ક્યુ.આઈ યલો એલર્ટ આવી રહ્યો છે. ડિસેમ્બર ની શરૂઆત 102 એ.ક્યુ.આઈ થી થઇ હતી જે બાદ હજુ સુધી એ.ક્યુ.આઈ 135 મહત્તમ થયો છે. જયારે આજરોજ 123 એ.ક્યુ.આઈ જોવા મળ્યો છે. આ વચ્ચે હવા પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે જીઆઇડીસી ખાતે એન્ટી સ્મોગ ગન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે રોજ ના 20 હજાર લીટર પાણીનો છંટકાવ કરી રહ્યો છે. જો આ વચ્ચે સવાલ ઉભા થયા છે. કે જીઆઇડીસી માં આવેલ એ.ક્યુ.આઈ સબ સ્ટેશન પાસે આ ગન નો સૌથી વધુ ઉપયોગ જોવા મળી રહ્યો છે. ત્યારે માત્ર એ.ક્યુ.આઈ ના આંકડા ધટાડવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે શું તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે. એન્ટી સ્મોગ ગન નો ઉપયોગ હવા ની દિશા પ્રમાણે કરવામાં આવે તો વધુ કારગર નીવડી શકે એમ છતાં હવા ની દિશા પ્રમાણે ઉપયોગ કરવામાં નથી આવતો.તેમજ જો હવા ની દિશા રહેણાંક વિસ્તાર તરફ હોય તો તેનો ઉપયોગ કરવો જરૂરી છે. કયા વચ્ચે એશિયા ની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત હોવા છતાં માત્ર ને માત્ર એક જ એન્ટી સ્મોગ ગન છે. કેમિકલ ક્લસ્ટર અને સૌથી વધુ આદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વર હવા ની ગુણવત્તા જાળવી રાખવા માટે વધુ એન્ટી સ્મોગ ગન તેમજ અન્ય સાધન ઉપયોગ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.

