સદનસીબે તળાવમાં પાણી ન હોવાથી કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇક્કો કાર ચાલક પૂરપાટ ઝડપે વાલિયા-નેત્રંગ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ઉતરી ગઈ હતી.અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તળાવ સૂકું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

