Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર આમલાખાડી નજીકના તળાવમાંથી મગર પાંજરે પુરાયો હતો.

  • આમલાખાડી પાસેના ઉમરવાડા રોડ  એન.સી.ટી કંપની નજીક ના તળાવમાંથી મગર પકડાયો હતો.
  • વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો.
  • મગર ની હાજરી ના વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી.  

અંકલેશ્વરમાં નર્મદા નદી વિલિન થતી અમરાવતી નદી. આમલાખાડી માં  મગર ની હાજરી નોંધાયા બાદ હવે તળાવમાં તો મગર જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર શહેર અડી ને ઉમરવાડા રોડ પર એન.સી.ટી કંપની નજીકથી પસાર થતી આમલાખાડી નજીક ના તળાવમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો જેના પગલે આસપાસ ના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે તળાવ પર પાંજરૂ ગોઠવ્યું હતું. સવારના સમયે આ પાંજરામાં મગર કેદ થયો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી જેના પગલે વન વિભાગના અધિકારીઓએ આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું.વન વિભાગ દ્વારા મગર ને સુરક્ષિત જગ્યા છોડી મુકવાની તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!
Scroll to Top