Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જીઆઇડીસી તળાવ માં દેખા દેતા મગર અંતે રેસ્ક્યુ કરાયું હતું.

  • વારંવાર સંતાકૂકડી રમતો મગરને વનવિભાગે પકડી પાડ્યો હતો.
  • ⁠જીઆઇડીસી તળાવ ના પાછળ આવેલી ખાડી માંથી રેસ્ક્યુ કરાયું હતું.
  • ⁠દયા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
  • ⁠રેસ્ક્યૂ કરેલ મગરને સુરક્ષિત છોડવાની તજવીજ હાથ ધરી હતી.
  • ⁠સતત બીજા દિવસે મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું. 

અંકલેશ્વર મગરો નું અભ્યારણ બન્યું હોય એમ મગર દેખા દેવા ના કિસ્સા માં જ્યાં વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે છેલ્લા 2 દિવસ થી મહાકાય મગર પકડવા ની ઘટના સામે આવી છે. ગત રોજ ઉમરવાડા રોડ પર મગર ના રેસ્ક્યુ કરાયા બાદ આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી તળાવ માં વારંવાર નજરે પડતો મગર ઝડપાયો હતો. વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હોવા છતાં મગર પાંજરા સુધી આવી હાથતાળી આપી ગાયબ થઇ જતો હતો.  વારંવાર સંતાકૂકડી રમતો મગરને વનવિભાગે  અને દયા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા જીઆઇડીસી તળાવ ના પાછળ આવેલી ખાડી માંથી મહામુસીબતે રેસ્ક્યુ કરાયું હતું. વન વિભાગ ના ઇન્ચાર્જ વન પાલ ભાવેશ મોભ, દયા ફાઉન્ડેશન ટીમ ના કમલેશ પટેલ, સુનિલ વસાવા, જય નાયકા દ્વારા મગરનું રેસ્ક્યુ  ઓપરેશન હાથ ધરી મગરને ઝડપી પાડ્યો હતો. અને શાલીમાર નર્સરી માં લીધે આવી તેનું તબીબી પરીક્ષણ કરાવી ને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top