રોડ પર બાઈક સાથે દૂર સુધી ઢસડી જતા વળતા ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલી આનંદ રેસ્ટોરન્ટ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 29 વર્ષીય આશાસ્પદ વોલીબોલ ખેલાડી જેનીશ પટેલ નું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ના હાંસોટ રોડ પરની વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતા જેનીશ પટેલ ઝઘડિયા જીઆઇડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત રાત્રિના સમયે તેઓ પોતાની બાઈક પર નોકરી પર જઈ રહ્યા હતા. વાલિયા રોડ પર આનંદ રેસ્ટોરન્ટ લક્ષ્મી બેટરી હબ નજીક થી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન એ પુરઝડપે નજીક આવી તેની બાઈકને ટક્કર મારી દૂર સુધી ઢસડી ગયો હતો. અકસમાત માં જેનીશ ને ગંભીર ઇજા સાથે 108 ની મદદ થી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઇજા ના પગલે મોત નીપજ્યું હતું. .અકસ્માતની જાણ થતાં જ જીઆઇડીસી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થળ તપાસ કરી જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ જેનીશ પટેલ અને તેની જય માતાજી ટીમ જીઆઇડીસી સ્પોટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ માં ઝોન કક્ષાએ વિજય થઇ હતી અને ટૂંક માજ રાજ્ય કક્ષાએ ટીમ રમવા જવાની હતી. વોલીબોલ પ્રત્યે અત્યંત પ્રેમ ધરાવતા જેનીશ પટેલ ના અકાળે મોત થી સાથી ખેલાડીઓ માં ભારે શોક ફેલાયો હતો. પોતાની ટીમ પ્રથમ વખત જ રાજ્ય કક્ષાએ પહોંચી હતી. ત્યારે ભારે ઉત્સાહ જેનીશ પટેલ માં રાજ્ય કક્ષા ને રમવાનો હતો. તેમજ સાથી ખેલાડી ઓ જણાવ્યું હતું. દોઢ વર્ષ ની દીકરી ને છોડી જતા જેનીશ પટેલ ને લઇ પરિવાર માં દાદા-દાદી , માતા ભાઈ અને પત્ની પણ ભારે શોક માં ગરક થઇ ગયા હતા.

