- લોક અદાલતમાં વિવિધ પ્રકાર ના 9536 કેસ મુકવામાં આવ્યા હતા.
- લોક અદાલતમાં જુદા જુદા કેસના નિરાકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.
- જિલ્લા માં પ્રથમ વાર 2.71 કરોડ રૂપિયા ચેક રિટર્ન કેસમાં સમાધાન કરાયું છે.
- જયારે અન્ય કેશ ના 67 લાખ રૂપિયા નો નિકાલ કરી સમાધાનકારી માર્ગ કરાયો હતો.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ,ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા,મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી સી. કે. મુન્શીની અધ્યક્ષતા હેઠળ 2025 ના વર્ષ ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલત માં મોટર અકસ્માત વળતર કેસ ,સમાધાન લાયક ક્રિમિનલ કેસો ,દીવાની દાવાઓ,ફોજદારી કેસો, મેટ્રિમોનિયલ કેસો, ચેક રિટર્ન કેસ સાથે ડીજીવીસીએલ અને બેંકો સહિતના વિવિધ કેસો મળી કુલ 9536 કેસો મુકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલ માં લોક અદાલત નો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો .લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન,કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશો એ સેવા આપી હતી . લોક અદાલત ના માધ્યમ થી નાગરિકો નો સમય ,વકીલ ફી તેમજ અન્ય આવવા જવાની ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલીક ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે. મુકવામાં આવેલા કેશ માં ખાસ વાત એ હતી કે માંડવી સુગર ફેક્ટરી નો ચેક રિટર્ન નો ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલ 2.71.10000 રૂપિયા કેશ માં સુખદ સમાધાન કરાવી આપી જિલ્લા માં સૌથી મોટી ચુકાદો ચેક રિટર્ન કેસમાં આપવાનો નિર્ણય બને પક્ષ ની હાજરી માં કરવામાં આવ્યો હતો. જેમાં માંડવી સુગર ચેક રિટર્ન ની રકમ અરજદાર ને આપી દેવાની બાંહેધરી આપતા કેશ નું સ્થળ પર જ સમાધાન કરી સુખદ અંત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય ક્રિમીનલ,એમ.એસ.સી.ટી. બેંક, ડીજીવીસીએલ ને લગતા વિવિધ કેશો માં પણ 6713436 રૂપિયા રકમ ના બને પક્ષ ની સમજૂતી સમાધાન કરાવી આપી ચુકાદા આપવામાં આવ્યો હતો. બોર પર મુકવામાં આવેલ કેશો માં મહદ અંશે નિકાલ કરતા કુલ 3.38.24.301 રૂપિયા કેશ ની સમાધાન ની રકમ જિલ્લા સૌ પ્રથમ વાર જોવા મળી હતી.

