ચાલુ વર્ષે ઓપરેશન સુંદર તેમજ નરેન્દ્ર મોદી ના ચિત્ર વાળા પતંગો ની ડિમાન્ડ જોવા મળી રહી છે.
રોજ ના 200 થી વધુ પતંગ નું ઉત્પાદન કરી રહ્યા છે.

ઉતરાણય ના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનુ રંગરેજ .અંકલેશ્વર વિસ્તારમાં માત્ર નસીમ બાનું રંગરેજ પતંગો નું નિર્માણ કાર્ય કરે છે.આજુબાજુના ગામડાઓના પતંગના વેપારીઓ નાઝિમ બાનુ ને ત્યાં હોલસેલ ભાવે જથ્થાબન્ધ પતંગો ખરીદવા આવે છે . ચાલુ સાલે ઓપરેશન સુંદર તેમજ નરેન્દ્ર મોદી ના થીમ વાળા પતંગો ની ડિમાન્ડ જોવા મળી છે .નાઝિમ બાનુ રોજના 200 થી વધુ જુદા જુદા ચિત્રો વાળા પતંગો નું ઉત્પાદન કરે છે .
પીરામણ નાકા પર પતંગ વાલા ચાચી તરીકે જાણીતા નસીમબાનુ ગણી રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાય ને અપાવી પતંગ બનાવટ માં ઝુકાવ્યું છે. તેમની આ કારીગરી માં હવે તેમની પુત્ર વધુ પણ જોડાઈ છે. બજાર માં થી જ કાગળ, કામળી, ગમ લઇ તેના વડે 200 રૂપિયા થી લઇ 1200 રૂપિયા સુધીના પંજા ના (5) પતંગ નું નિર્માણ કરે છે અંકલેશ્વર માં પતંગ બનાવટ ઉદ્યોગ માં સાસુ- વહુ ની બોલબાલા જોવા મળી રહી છે. વર્ષોની ઉતરાણય ના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુ માં નસીમબાનુ રંગરેજ ને મદદરૂપ થવા વહુ પણ આગળ આવી હતી. રોજ ના 200 થી વધુ પતંગ નું ઉત્પાદન કરે છે. 200 રૂપિયા થી લઇ 1200 રૂપિયા સુધી ના પતંગ પણ કરવામાં નિર્માણ કરી જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સ્વ નિર્ભરતા મેળવી છે. એક સમયે ભરૂચ જિલ્લા ના પતંગ ની બોલબાલા સમગ્ર ગુજરાત માં જોવા મળતી હતી સમયાંતરે પતંગ બનાવતા કારીગરો જૂજ રહ્યા છે. અને નવી પેઢી ને પેનાંગ બનાવવા ની કારીગરી માં રસ રહ્યો નથી. રહી. ત્યારે અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં માં એક માત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇન માં અને નાના કદ થી લઇ મોટા વિશાળ કદ ના પતંગ નું નિર્માણ કરી રહ્યા છે.અને સાસુમા ની મદદે આવેલ પુત્રવધુ સાથે રોજના 200 થી વધુ પતંગ નું ઉત્પાદન કરી રહ્યા છે. . ચાલુ વર્ષે રો મટીરીયલ મોંધુ હોવા થી પતંગ ની કિંમત વધી છે. ત્યારે પતંગ માં જે નિયત એક કમાન્ડ ના પતંગ હોય છે એ સિવાય 3 થી 4 કમાન્ડ ના અલગ અલગ ડિઝાઇન ના પણ પતંગ બનાવી રહ્યા છે.. ત્યારે વિસરાતી જતી પતંગ નિર્માણ ની કારીગરી આગળ ની પેઢી સુધી પહોંચે તેઓ આશાવાદ સેવ્યો હતો. તો તેમના ત્યાં વર્ષો થી પતંગ ખરીદ કરવા આવતા હાંસોટ ના ગ્રાહક શકીલ અહેમદ ગામત એ જણાવ્યું હતું કે વર્ષો થી તેમના ત્યાંથી પતંગ ખરીદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મ નિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે. આ વચ્ચે પેઢી દર પેઢી પતંગ ગૃહ ઉદ્યોગ અપનાવી નસીમબાનું રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણ નું એક ઉદાહરણ બન્યા છે.

