Vaat Ankleshwarni

તાજા સમાચાર

ઓએનજીસી અંકલેશ્વર ખાતે આતંકી હુમલા ના “થ્રેટ” સામે સંયુક્ત મોકડ્રીલ સંપન્ન કરાઈ હતી.

સુરક્ષા પ્રોટોકોલ્સ ની સમીક્ષા કરાઈ હતી. સીઆઈએસએફ-એનડીઆરએફ દ્વારા ઓએનજીસી અંકલેશ્વરમાં ‘આતંક અને આફત’ સામે મેગા મોકડ્રીલ યોજાઈ હતી.

અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ પરિષદ ખાતે સુરક્ષા મહા અભ્યાસ સ્વરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઇલ ફિલ્ડ ધરાવતા ઓએનજીસી ફિલ્ડ માં આતંકવાદી દ્વારા હુમલો કરી કર્મચારીઓને બંધક બનાવ્યા હોવાના કોલ આવતા જ સીઆઈએસએફ-એનડીઆરએફ ટીમ ને જાણ કરવામાં આવી હતી. તેમના દ્વારા સ્થળ પર દોડી આવી અને કમાન્ડ સેન્ટર સાથે ટીમ ઉભી કરી હતી. સુરક્ષિત રીતે આતંકીઓને ઝડપી બંધકોને મુક્ત કર્યા હતા . જે બાદ આ સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

ઓએનજીસી અંકલેશ્વરમાં એન.ડી.આર.એફ અને સી.આઈ.એસ.એફ ના મેગા ડ્રીલ થી સુરક્ષા વ્યવસ્થા ની મજબૂતી ચકાસી હતી. ઓએનજીસી દ્વારા 13 ડિસેમ્બર થી 19 ડિસેમ્બર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પખવાડિયા આયોજન રૂપે એસેટ વિસ્તારમાં ભવિષ્ય ના ખતરા સામે કેવી રીતે લડી શકાય તેની તૈયારી રૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ઓએનજીસી કોર્પોરેટ ઓફિસ ખાતે એન.ડી.આર.એફ અને સી.આઈ.એસ.એફ ની સંયુક્ત કામગીરીથી સંકટ સમયની તત્પરતા નું પ્રદર્શન કર્યું હતું. સંભવિત આવી ઘટના સામે કેટલી ઝડપથી રિસ્પોન્સ આપી શકાય અને કેવી રીતે કામગીરી કરી શકાય તેની ચકાસણી કરાઈ હતી.

error: Content is protected !!
Scroll to Top