- જો કે સાંજે પુનઃ યલો એલર્ટ માં 188 એ.ક્યુ.આઈ આવી અટક્યો હતો.
- ગત 18 નવેમ્બર ના રોજ ઓરેન્જ એલર્ટ આવ્યા બાદ સતત એક સપ્તાહ ઓરેન્જ એલર્ટ રહ્યો હતો.
- એક મહિના બાદ પુનઃ ઓરેન્જ એલર્ટ આવ્યો પણ સાંજ થતા યલો એલર્ટ આવતા તંત્ર એ રાહત અનુભવી હતી.

અંકલેશ્વર માં પુનઃ એક મહિના બાદ હવા ની ગુણવત્તા બગડી હતી. ગત નવેમ્બર માસમાં 19 નવેમ્બર થી 26 નવેમ્બર સુધી સત્તત ઓરેન્જ એલર્ટ માં અને તે પણ ચાલુ વર્ષ માં ખરાબ દિવસ એવા 26 નવેમ્બર માં 273 એ.ક્યુ.આઈ પહોંચ્યો હતો. જે બાદ સ્થિતિ કંટ્રોલ માં હતી જો કે આ વચ્ચે ગુરૂવાર ના આજે 18 ડિસેમ્બર ના રોજ પુનઃ હવા ની ગુણવત્તા બગડી હતી અને એ.ક્યુ.આઈ 211 પર ઓરેન્જ એલર્ટ પર પહોંચી ગયો હતો. એક તરફ જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી રૂપે વિશેષ મોનીટંરીગ વેન વડે મોનીટંરીગ શરુ કર્યું છે તો નોટીફાઈડ દ્વારા પણ સ્મોક ગન વડે પાણી છલકાવા કરી પી.એમ પાર્ટિકલ કંટ્રોલ કરવાની કવાયત ચાલી રહી છે. જે વચ્ચે પણ પુનઃ એ.ક્યુ.આઈ 211 પર ઓરેન્જ ઝોન માં પહોંચી જતા તંત્ર ની સવારે દોડધામ વધી હતી. જે બાદ પુનઃ સ્થિતિ ધીરે ધીરે કંટ્રોલ માં આવતા સાંજે ઓરેન્જ ઝોન માંથી સરકી ને યલો એલર્ટ માં 188 એ.ક્યુ.આઈ પર પહોંચી ગયો હતો. જેને લઇ થોડી રાહત અનુભવી હતી. જો કે ઓરેન્જ એલર્ટ તરફ ની આ રફ્તાર જોતા જીપીસીબી, નોટીફાઈડ તેમજ પાલિકા દ્વારા હવા ની ગુણવત્તા સુધારવા માટે જરૂરી એક્શન પ્લાન બનાવી ને અમલીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે.

