Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર તાલુકા ના હજાત ગામ ખાતે થી સુશાસન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

  • રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના હજાત ગામ ખાતે ક્લસ્ટર કક્ષાની ઉજવણી યોજાઈ હતી.
  • ⁠એક જ સ્થળે સરકાર ની વિવિધ યોજના નો લાભ મળી રહે તે હેતુસર “પ્રશાસન ગામડા તરફ હેઠળ” આયોજન કરાયું હતું.
  • ⁠ખેતી, આરોગ્ય, વ્યવસાય, તેમજ વિવિધ સરકારી દસ્તાવેજ યોજના લાભ એક જ સ્થળ પર આપવામાં આવ્યો હતો.

ભારત સરકારની “પ્રશાસન ગાંવ કી ઓર” પહેલા અનુસંધાને રાજ્યભરમાં ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતે ક્લસ્ટર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિમાં નાગરિકોને સરકારની વિવિધ લોક હિતકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતાં રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સુશાસન સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. સામાન્ય પરિસ્થિતિમાં નાગરિકોને તેના વિવિધ કામો માટે તાલુકા કે જિલ્લા મથકે જવું પડે છે, પરંતુ ક્લસ્ટર કક્ષાના આ કાર્યક્રમો દ્વારા આસપાસના 8 થી 1 ગામોને સાંકળીને એક સ્થળે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી નાગરિકોને સમય અને ખર્ચ બંનેની બચત થાય છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં જરૂરી સુધારા-વધારા, વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ પર જ મેળવી શકે છે. સ્થળ પર જ લાભ આપવામાં આવતો હોવાને કારણે સરકાર લોકાભિમુખ અને સંવેદનશીલ અભિગમ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોના મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સ પરથી સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ સ્ટોલ કાર્યરત રાખવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાભાર્થી નાગરિકોને રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે વિવિધ પ્રમાણપત્ર તથા મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા, જેના કારણે નાગરિકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય ભૂમિકા ભજવી હતી.

error: Content is protected !!
Scroll to Top