Vaat Ankleshwarni

તાજા સમાચાર

હાંસોટ ના સુણેવ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી જવા પામી હતી.

  • ⁠સુણેવ ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર પલટી હતી.
  • ⁠અકસ્માતમાં એક મહિલા સહિત બે લોકોને ઈજાઓ થઇ હતી.
  • ⁠અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હતો.

હાંસોટ થી સુરત તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવગામ પાસે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન રોડ પર પલટી ગયું હતું. અકસ્માતમાં એક મહિલા સહિત બે લોકોને ઈજાઓ થઈ હતી. સદનસીબે, અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને કારણે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

error: Content is protected !!
Scroll to Top