Vaat Ankleshwarni

તાજા સમાચાર

પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ પર થઇ રહેલા અત્યાચાર અને હત્યાના મામલે રામગ્રુપ દ્વારા સજ્જડ વિરોધ પ્રદર્શન કરાયું હતું.

શ્રી રામ ગ્રુપ દ્વારા જોગર્સ પાર્ક સ્થિત શિવાજી મહારાજ સ્પાર્ક આગળ એકત્ર થઇ સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ વડે હિન્દુ સુરક્ષાની માંગ કરી હતી.

પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી કટ્ટરવાદીઓ દ્વારા હિંદુ સમુદાય પર થઈ રહેલા હત્યા, જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જોગેશ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિંદુ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રી રામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રી રામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિંદુ ની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હાલમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓ ને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હિંદુઓના માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો એ જોડાઈને પીડિત હિન્દુ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ગત સાંજે પણ પણ જીઆઇડીસી ખાતે બે યુવકો દ્વારા પ્લે કાર્ડ સાથે જીઆઇડીસી સર્કલ ખાતે ઉભા કરી સેવ હિન્દુ ના પ્લે કાર્ડ વડે બાંગ્લાદેશમાં હિન્દુ પર થઇ રહેલા ક્રૂર અત્યાચાર રોકવા માંગ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top